ખટપટ

વિકિકોશમાંથી
 • સ્ત્રીલિંગ
  • કાવતરું; કપટ.
  • ખડખડાટ; બે કઠણ વસ્તુને ભટાકાવવાથી થતો અવાજ.
  • ગોઠવણ.
  • યુક્તિપ્રયુક્તિથી કામ સાધી લેવાની તજવીજ; પ્રાપંચિક ગોઠવણ.
  • ઝંઝાળ; કડાકૂટ; પંચાત.
  • તકરાર; કજિયો; કંકાસ; લડાઈ; ઝઘડો.
  • દાવપેચની જાળ; ગૂંચવણ; મુશ્કેલી.
 • રૂઢિપ્રયોગ
  • ખટપટ કરવી – ચલાવવી – (૧) મહેનત લેવી. (૨) યુક્તિ કરવી. (૩) લાગવગ લગાડવી.
  • ખટપટ થવી – ખટરાગ થવો; કુસંપ થવો; મતભેદ પડવો. (૨) ગૂંચવણ ઊભી થવી.
  • ખટપટનું પૂતળું – ખટપટમાં પ્રવીણ; ટંટો કરવામાં નિપુણ.

સંદર્ભ[ફેરફાર કરો]

 • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2544