ચાનક
Appearance
- ૧. (સ્ત્રી.) ઉત્તેજન; તીવ્ર સૂચના.
- રૂઢિપ્રયોગ : ચાનક ચડાવવી = શિખામણ દેવી; ઉમંગ ચડાવવો.
- ૨. (સ્ત્રી.) ઉત્સાહ; જાગૃતિ.
- રૂઢિપ્રયોગ : ચાનક ચડવી = તોર ચડવો; હોંશ આવવી.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૨:
- ચતરભજે વિચાર્યું કે હવે અમરતને બરોબર ચાનક ચડી છે. એણે પોતાનું કામ પાકું કરવા હજી વાત લંબાવી.
- ૩. (સ્ત્રી.) ખંત; કાળજી; કાંઈ પણ કરવાનો જુસ્સો; શૂરાતન.
- ૪. (સ્ત્રી.) ખેવ; સંભાળ; જીવ; ફિકર.
- ૫. (સ્ત્રી.) ચપળતા; ચંચળાઈ; ચાલાકી.
- ૬. (સ્ત્રી.) ચિંતા.
- ૭. (સ્ત્રી.) ચેતવણી; સૂચના આપવી તે.
- રૂઢિપ્રયોગ :ચાનક આપવી = (૧) ચપળ થવું. (૨) ચેતવણી આપવી; ચેતવવું.
- ૮. (સ્ત્રી.) ચોપ; ત્વરા; વેગ.
- ૯. (સ્ત્રી.) જિજ્ઞાસા; ઇચ્છા; વૃત્તિ.
- ૯. (સ્ત્રી.) શિક્ષા; બોધ.