જાથુક

વિકિકોશમાંથી
  • ન.
    • કાયમપણું; જાથુ
    • રૂઢિપ્રયોગ: જાથુકનું = કાયમનું; હંમેશનું; ચિરસ્થાયી.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૨:
      આભાશાને ત્યાં બહોળાં ઠામવાસણો એક અલાયદા ઓરડામાં ભરવામાં આવતાં. જાતજાતના ને ભાતભાતનાં વાસણોનો આ ભંડાર નાનાસરખા સંગ્રહસ્થાન જેવો બની ગયો હતો. એમાં શિહોરી થાળી, તાંસળી અને વાટકાઓ સાથે દક્ષિણી ઘાટઘૂટની ચીજો પણ નજરે પડતી, મારવાડી પ્યાલાઓ સાથે મુરાદાબાદી લોટા પણ દેખાતા. આટલું જાથુકનું વાસણ ગામ આખામાં ક્યાંય નહોતું.

સંદર્ભ[ફેરફાર કરો]