નીમ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • નેમ; નિયમ.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૬:
      ‘હં, હં, જોજો એવા ભારે નીમ લેતાં નહિ. તમારું મોઢું જોયા વિના તો હું જીવી કેમ શકીશ ?’
    • ભૂતપ્રેત વગેરેને આપેલો બલિ.
    • લીમડો; લીંબડાનું ઝાડ. આ ઝાડ દ્વિદલ અંકુરમાંથી ઊગે છે. તેનાં પાન ચાર પાંચ આંગળ લાંબાં અને એક આંગળ પહોળાં થાય છે. તેની કિનારી દાંતા દાંતાવાળી હોય છે. તેને નાનાં નાનાં સફેદ ફૂલ ગુચ્છામાં આવે છે. તેનાં ફળના પણ ગુચ્છા હોય છે. ફળને લીંબોળી કહેવામાં આવે છે. તે લંબોતરી હોય છે અને પાકે છે ત્યારે તેમાં ચીકાશવાળો ગર થાય છે. એક ફળમાં એક બી હોય છે. બીમાંથી તેલ નીકળે છે, જે કડવાપણાને લીધે માત્ર ઔષધમાં કે બાળવાના કામમાં આવે છે. લીંબડાનાં છાલ, પાન, ફળ, ફૂલ બધું કડવું હોય છે. જૂના લીંબડામાંથી કોઈ કોઈ વાર એક પ્રકારનું પાતળું પાણી મહિનાઓ સુધી વહ્યા કરે છે. આ પાણી કડવું હોય છે. અને તેને લીંબડાનો મદ કહે છે. લીંબડાનું લાકડું મજબૂત હોવાથી કમાડ, ગાડી, નાવ વગેરે બનાવવામાં કામ આવે છે. તેની પાતળી ડાળી દાતણ તરીકે વપરાય છે. વૈદ્યકમાં લીંબડાને કડવો, શીતલ અને કફ, વ્રણ, કૃમિ, વમન, સોજો, પિત્તદોષ અને હૃદયના દાહને દૂર કરનાર માનેલ છે. દૂષિત લોહીને શુદ્ધ કરવાનો તેનો ગુણ પ્રસિદ્ધ છે.
    • ( પુરાણ ) સોમવંશી પુરુવંશમાં જન્મેલ પાર અથવા વિભ્રાજ રાજાનો એ નામનો દીકરો; આણુહ. તે શુકદેવજીની દીકરી કૃત્વી સાથે પરણ્યો હતો.
  • ૨. સ્ત્રી.
    • પાયો, ખાત (મકાન વગેરેનું)
  • ૩. ન.
    • (વહાણવટું) તૂતક.
    • રૂઢિ; રીત; ચાલ.
  • ૪. વિશેષણ
    • ૭. અર્ધ; અર્ધું.
    • વ્યુત્પત્તિ : ફારસી


  • પું., ન.
    • વ્રત, પ્રતિજ્ઞા, અગડ.
    • રૂઢિ, રીત, ચાલ, રસમ