મોથ

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) એક પ્રકારનું સુગંધી ઘાસ અને એની ગાંઠ, એક જાતના ઘાસના મૂળમાં થતી સુંગંધીદાર કાળી ગાંઠ. તે ધુપેલ તેલ કાઢવામાં વપરાય છે. નદી કિનારે આ વનસ્પતિ બહુ થાય છે. તે જમીન ઉપર પથરાયેલ હોય છે. મોથની સળી ત્રણ ધારી અને હાથની આંગળી જેવી જાડી હોય છે. તેનાં મૂળને નાગરમોથ કહે છે. નાગર મોથનો ઔષધોમાં અતિશય ઉપયોગ થાય છે. મોથને ભદ્રપુસ્તા અથવા ગાંગેય પણ કહે છે. આધાશીશી, સ્તનરોગ, હેડકી, આંખનાં ફૂલાં, સંગ્રહણી, કમળો, કફ, ઉધરસ અને દાહ ઉપર મોથ વપરાય છે.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] મુસ્તા
    • રૂઢિપ્રયોગ: (૧.) મોથ પાકવી= ઘેટું, બકરું, ગધેડું વગેરે જનાવરોને ચોમાસામાં પાણીમાં વધારે રહેવાથી ખરી પાકવી અને લૂલાં થઈ જવું.
      (૨.) મોથ મારવી = ભારે પરાક્રમ કરવું; ભારે કામ કરવું; ઊંચું કર્તવ્ય બજાવવું; જાણે કે ભારે પરાક્રમ કરવું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૩:
      બાકી ગામ તો ગાલાવેલું જ કેવાય. એની આંખ આંજવી એમાં કઈ મોટી મોથ મારવાની હતી ?…