વર્ણસંકર

વિકિકોશમાંથી
  • ૧. (પું.) ભિન્ન ભિન્ન વર્ણનાં સ્ત્રીપુરુષથી ઉત્પન્ન થયેલ માણસ. વર્ણસંકર બે પ્રકારના કહેવાય છેઃ અનુલોમજ અને પ્રતિલોમજ. અનુલોમજનો પિતા તેની માતાથી શ્રેષ્ઠ વર્ણનો હોય છે અને પ્રતિલોમજની માતા તેના પિતાથી શ્રેષ્ઠ વર્ણની હોય છે. પ્રતિલોમ વિવાહનો નિષેધ હતો. અનુલોમ વિવાહનો પ્રચાર પ્રાચીન કાળમાં હતો પરંતુ પાછળથી બંધ થઈ ગયો.
    • ઉપયોગ : પ્રાણીમાં જેમ વર્ણસંકર જાત ઉત્પન્ન થાય છે તેવી રીતે ઝાડમાં પણ થાય છે. – વનસ્પતિશાસ્ત્ર
    • વ્યુત્પત્તિ : [સંસ્કૃત]. વર્ણ ( જાતિ ) + સંકર ( મિશ્રણ )
  • ૩. (પું.) ભિન્ન જાતિનાં માબાપથી ઉત્પન્ન થયેલો માણસ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણોમાંના પોતપોતાને છોડી બીજા બીજા વર્ણમાં લગ્ન કરવાથી ઉત્પન્ન થયેલું (સંતાન)
  • ૪. (વિ.) વિવિધ રંગનો સેળભેળ. રંગનું ભેળસેળપણું.
    • વ્યુત્પત્તિ : [સંસ્કૃત]. વર્ણ ( રંગ ) + સંકર ( સેળમેળ )
  • ૫. (વિ.) તોફાની; ઉચ્છૃંખલ; અનાડી; અયોગ્ય રીતભાતનું; ઉદમાતિયું.
  • ૬. (વિ.) ભિન્ન જાતિનાં માબાપથી ઉત્પન્ન થયેલું.
    • ઉપયોગ :અધર્મે ઘેરતાં થાય, દુષ્ટાચારી કુલસ્ત્રીઓ, સ્ત્રીઓ દુષ્ટ થતાં, કૃષ્ણ ! જન્મે છે વર્ણસંકર. – ગીતા
  • ૭. (વિ.) વ્યભિચારથી ઉત્પન્ન થયેલું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
      ‘જોઈએ તો માલમિલકત પાંજરાપોળને સોંપી દેજો, પણ દલુને આ વંશનો વારસ ન બનાવશો. એનામાં લાયકાત નથી, અધિકાર નથી. એના સંસ્કાર વર્ણસંકર જેવા છે. એ સંકરતા તમારી સાત પેઢીનું નામ બોળશે.’