વિભવ

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) ઐશ્વર્ય; વૈભવ; જાહોજલાલી; આબાદી
  • ૨. (પું.) ધન; દોલત; પૈસો; દ્રવ્ય.
  • ૩. (પું.) મોક્ષ; નિર્વાણ.
  • ૪. (પું.) સંહાર; વિનાશ.
  • ૫. (પું.) સર્વોપરી સત્તા.
  • ૬. (ન.) (શિલ્પ) એક જાતનું ઘર; ઉત્તરે ઓરડી તથા પરસાળ અને દક્ષિણે તથા પશ્ચિમે પરસાળવાળું ઘર.
    • ઉદાહરણ : "વિપુલ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તો તે વિભવ નામનું ઘરનું થાય." — રાજવલ્લભ
  • ૭. (પું.) પ્રભવ નામનો સંવત્સર; સાઠ માંહેનો એ નામનો છત્રીસમો સંવત્સર.
  • ૮. (ન.) વિશિષ્ટાદ્વૈત પ્રમાણે ઈશ્વરદર્શનનો એક પ્રકાર. તેમાં પ્રભુ અવતાર ધારણ કરી પૃથ્વીનો ભાર દૂર કરવા તેમ જ તેના ભક્તને દર્શન દેવા નીચે આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૮૦૮૦