શકોરું

વિકિકોશમાંથી
  • ન.
    • શરાવ; વર્ધમાનક; ચપણિયું; ચપ્પણિયું; શરાવલું; રામપાતર; બટેરું; માટીનું ગોળ મોટું કોડિયું; માટીનું છાલિયા ઘાટનું ઠામ, બટેટું.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: સિકોરહ (અર્થ: માટીનો પ્યાલો)
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૫:
      ‘અરે ઓલી સુલેખડી તો દલિયાને હાથમાં શકોરું આપીને તગડી મેલશે આ ઘરમાંથી....’

સંદર્ભ[ફેરફાર કરો]