અલખ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુલિંગ)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][સંસ્કૃત] અ ( નહિ ) + લક્ષ્ય ( દેખાય તેવું )
અર્થ
[ફેરફાર કરો]- ખોજાઓની માન્યતા પ્રમાણે વિષ્ણુનો બીજો અવતાર.
- (ડિંગળ ) વિષ્ણુ
- પરમેશ્વર; બ્રહ્મ. તે આકાર વગરના હોવાથી અદૃશ્ય છે.
- ભીખ માગતી વખતે અને પરસ્પર મળતી વખતે ગોસાંઈઓથી બોલાતો શબ્દ.†
- શિવ; શંકર.
- બ્રહ્મ
- ( પિંગળ ) ષટ્પદી છપ્પયની જાતનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૪૫ ગુરુ અને ૬૬ લઘુ મળી ૧૧૧ વર્ણ ને ૧૫૬ માત્રા હોય છે.
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રીલિંગ)
અર્થ
[ફેરફાર કરો]અલેક, અહાલેક. (લાક્ષણિક) સ્ત્રી○ વિશાળ સંપત્તિ. મિલ્કત.‡
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુંસકલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- બ્રહ્મ.
- એ નામની એક જાતનું ઘોડું.
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
અર્થ
[ફેરફાર કરો]- અકળ; ધ્યાનમાં ન આવે એવું; અગોચર; અજ્ઞેય.
- આકાર વિનાનું; નિરાકાર.
- ઘોડાની એ નામની જાતનું.
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- †અલખ જગાવવો = (૧) પરમાત્માના નામ પર ભિક્ષા માગવી; ભિક્ષા માગવી. (૨) પોકારીને ઈશ્વરનું સ્મરણ કરવું.
ઉદાહરણ
[ફેરફાર કરો]- ‡પિતા અલક મૂકે ઘણી, કર્મહીણ હોય પુત્ર, ધન વિનાનો તે રહે, ભીખ માગતો પુત્ર. – શામળ
- સૃષ્ટિની રહસ્યમયતાના ચિન્તન માટે અનુકૂળ ગણાતા રાતના પહોરે એકાંતનો–અલખનો–ગેબનો આરાધ ગવાતો હતો. વ્યાજનો વારસ