અભિ-
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]ઉપસર્ગ (સં)
અર્થ
[ફેરફાર કરો]- ઇચ્છા બતાવનારો ઉપસર્ગ. જેમકે, અભિલાષા
- ઉપર બતાવનારો ઉપસર્ગ. જેમ કે, અભિષેક, અભિસિચન
- ખરાબ એવો અર્થ જણાવતો ઉપસર્ગ. જેમ કે, અભિક
- ખૂબ, ઘણું એવો અર્થ સૂચવતો ઉપસર્ગ. જેમ કે, અભિકંપ, અભિનવ
- ચોતરફ, ચારે બાજુ એવો અર્થ સૂચવતો ઉપસર્ગ. જેમકે, અભિવ્યાપક
- દૂર એવો અર્થ સૂચવતો ઉપસર્ગ. જેમ કે, અભિહરણ
- નજીક, સમીપ, પાસે એવા અર્થવાળો ઉપસર્ગ. જેમ કે, અભિસારિકા, અભિનીત
- પ્રતિ, સામું, તરફ એવો અર્થ સૂચવતો ઉપસર્ગ. જેમ કે, અભિગમન, અભિમુખ
- વારંવાર એવું અર્થસૂચન કરતો ઉપસર્ગ. જેમ કે, અભ્યાસ
- શ્રેષ્ઠતા બતાવતો ઉપસર્ગ. જેમ કે, અભિધર્મ
- સરખું, જેવું એવો અર્થ બતાવનારો ઉપસર્ગ. જેમ કે અભિજ્ઞાન
- સાથેના અર્થમાં વપરાતો ઉપસર્ગ. જેમ કે, અભિમત
સંદર્ભો
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃ. 3૯૪