લખાણ પર જાઓ

પાણીચું

વિકિકોશમાંથી
  • ૧. નપુંસકલિંગ
    • પાણીથી ભરેલું નાળિયેર.
    • મીઠાના પાણીમાં આથેલી કેરી.
    • વિદાયને વખતે શુભ શકુન તરીકે પાણીવાળું નાળિયેર આપવું તે.
    • (લા.)બરતરફી; રજા; વિદાય; રુખસદ, રુખસદી
  • રૂઢિપ્રયોગ
    • ૧. પાણીચું આપવું-દેવું-પકડાવવું-પરખાવવું = (૧) નોકરીમાંથી બરતરફ કરવું. (૨) વિદાય કરવું; રજા આપવી. (૩) વિદાય વખતે શુભ શકુન તરીકે પાણીવાળું નાળિયેર મળવું.
    • ૨. પાણીચું મળવું = (૧) નોકરીમાંથી રજા મળવી; બરતરફ થવું. (૨) વિદાય થતી વખતે શુભ શકુન તરીકે પાણીવાળું નાળિયેર આપવું. (૩) વિદાય થવું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૨:
      “ખોટું બોલ મા. હજીય હું તારી પડખે જ છું. હું તારી પડખે ન હોત તો તો મોટાભાઈએ કે’દાડાનું તને પાણીચું પરખાવી દીધું હોત એ ખબર છે ? વ્યાજવટાવમાં તારી રાડ્ય ઓછી નથી. રોજ ઘેરોએક ઘરાક મોટાભાઈ પાસે તારા નામનાં છાજિયાં લેતાં આવે છે. પણ મારે લીધે તું ટકી રિયો છો !”
  • ૨. વિશેષણ
    • પાણીવાળું; પાણીચું; પાણીથી ભરેલું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 5536