લખાણ પર જાઓ

ઘોષ

વિકિકોશમાંથી
  • ૧. [સં.](પું) અઘાડો નામની વનસ્પતિ.
  • ૨. (પું.) અવાજ; ધ્વનિ; સ્વર; શબ્દ; ઉચ્ચાર
    • રૂઢિપ્રયોગ
    • ૧. ઘોષ જવું = વહાણનું કતરાતે પવને જવું.
  • ૩. (પું.) આહીરનું ઝૂંપડું; આહીરપલ્લી; ભરવાડનો નેસ; ગોવાળિયાનું રહેઠાણ.
  • ૪. (પું.) કિનારો; તટ.
  • ૫. (પું.) ગાય અને ભેંસવાળો પ્રદેશ; ગોકુળ; વ્રજભૂમિ.
  • ૬. (પું.) ગાયોનો સમુદાય; ગાયોનું ધણ
  • ૭. (પું.) ગોખવું તે; મોઢે કરવું તે.
  • ૮. (પું.) ગોવાળ; ભરવાડ
  • ૯. (પું.) ઘોડાને બાંધવાનું ઠેકાણું; તબેલો
  • ૧૦. (પું.) ઘોષણા; ઢંઢેરો; જાહેરાત.
  • ૧૧. (પું.) મચ્છર.
  • ૧૨. (સ્ત્રી.) ગૌશાળા.
  • ૧૩. (સ્ત્રી.) બંગાળમાં આવેલા કાયસ્થોની એ નામની અટક.
  • ૧૪. (ન.) એ નામની અટકનું માણસ.
  • ૧૫. (ન.) એ જાતની ઉપધાતું; કાંસું.
  • ૧૬. (વિ.) એ નામની અટકનું.
  • ૧૭. (વિ.) કોમળ; મૃદુ

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૩૦૫૬