લખાણ પર જાઓ

પ્રભા

વિકિકોશમાંથી

નામ (પુંલિંગ)

[ફેરફાર કરો]
  • ૧. આકડાનો છોડ.
  • ૨. (પુરાણ) આઠમા મન્વંતરનો એક દેવગણ.
  • ૩. એ નામનો બાર અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં બે ગણ અને બે ગણ મળી બાર અક્ષરો હોય છે. સાતમા અક્ષર પછી યતિ કે વિસામો આવે છે.
  • ૪. કપૂર.
  • ૫. કુશદ્વિપમાં આવેલ એ નામનો એક ખંડ.
  • ૬. ચિત્રાનું ઝાડ.
  • ૭. સમુદ્ર.

નામ (સ્ત્રીલિંગ)

[ફેરફાર કરો]
  • ૧. એ નામની એક દેવી.
  • ૨. (પુરાણ) એ નામની વૃંદાવનની એક ગોપી.
  • ૩. (પુરાણ) ઉત્તાદપાદવંશના પુષ્પાર્ણના બે માંહેની એ નામની પહેલી સ્ત્રી.
  • ૪. એ નામે એક અપ્સરા.
  • ૫. કુબેરની નગરી.
  • ૬. દુર્ગા દેવી.
  • ૭. નહુષ રાજાની માતાનું નામ
  • ૮. નામ; આબરુ; પ્રતિષ્ઠા; વિખ્યાતિ
  • ૯. પડછાયો.
  • ૧૦. વ્યુત્પત્તિ : [સંસ્કૃત] પ્ર (વિશેષ) + ભા (પ્રકાશવું)
    • પ્રકાશ; તેજ; દ્યુતિ; અજવાળું; ક્રાંતિ; ઓજ
      • ઉદાહરણ
        ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૬૭:
        “ધૂણીઓની પ્રભા થોડીક વાર જોર પર આવી જતી તો થોડીક વાર ઝાંખી પડતી હતી.”
  • ૧૧. બ્રહ્માની આઠ માંહેની એક કળા.
  • ૧૨. (જૈન) યોગની સાતમી દૃષ્ટિનું નામ.
  • ૧૩. (પુરાણ) રાહુની કન્યા અને વિવસ્વાન આદિત્યની એ નામની એક સ્ત્રી. એ સંજ્ઞાની શોક્ય હતી. એને પોતાને કંઈ સંતતિ ન હતી.
  • ૧૪. લખલખાટ; રંગ; રૂપ; ઝલેહ; છળકાટ
  • ૧૫. વડાઈ; મોટાઈ; પ્રભુતા
  • ૧૬. સદ્‌દૃષ્ટિના આઠ માંહેનો એક વિભાગ. આ દૃષ્ટિમાં બોધને વીર્યનું બળ સૂર્યની પ્રભા જેવું હોય છે.
  • ૧૭. સંભાળ; લાગણી
  • ૧૮. સૂર્યનું બિંબ; કિરણ
  • ૧૯. (પુરાણ) સૂર્યવંશના સગર રાજાની સુમતિ નામની મોટી સ્ત્રીનું બીજું નામ.
  • ૨૦. સ્પૃહા; ગરજ; તમા
  • ૨૧. (પુરાણ) સ્વર્ભાનુની એક કન્યા.